Connect Gujarat
વડોદરા 

વડોદરા : મંદિરની આડમાં ગેરકાયદે દબાણો કરી વેપાર-ધંધા સામે મનપાની કાર્યવાહી, સર્જાયા ચકમકના દ્રશ્યો...

એક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે,

X

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે છાણી કેનાલ રોડથી નવા યાર્ડ વિસ્તારમાં આવેલા 40થી વધુ ઝૂપડા તથા એક ધાર્મિક સ્થાનની આજુબાજુમાં કરેલા બાંધકામ હટાવવાની કામગીરી કરાતા દબાણ શાખાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ચકમક ઝરી હતી.

એક તરફ, વડોદરામાં સરકારી જમીન પર ગેરકાયદે વ્હાઇટ હાઉસ અને ડુપ્લેક્સની સ્કીમના મકાનોના વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે તેના ગેરકાયદે બાંધકામ તોડવાની કાર્યવાહી તંત્ર દ્વારા થતી નથી. તો બીજી તરફ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઢોર વાડાના ગેરકાયદે દબાણો તેમજ રસ્તાને નડતરરૂપ હોય તેવા હંગામી દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનની દબાણ શાખા તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ દ્વારા છાણી વિસ્તારમાં દબાણ હટાવોની કામગીરી કરવામાં આવી હતી. છાણી કેનાલ રોડથી નવા યાર્ડ વિસ્તારમાં આવેલા 40થી વધુ ઝૂપડા તથા એક ધાર્મિક સ્થાનની આજુબાજુમાં કરેલા બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમ્યાન પાલિકાની દબાણ શાખાની ટીમ અને સ્થાનિકો વચ્ચે ભારે ચકમક પણ ઝરી હતી.

છાણી વિસ્તારમાં શમશેરા ફ્લેટ પાસેથી પસાર થતી નર્મદા કેનાલની આસપાસના ગ્રીનબેલ્ટના પ્લોટોમાં ગેરકાયદે રીતે છેલ્લા 22 વર્ષથી મંદિર બાંધીને તેની આડમાં ગોડાઉન તેમજ પુજારીની રૂમ વગેરે બાંધકામ કરી દઈ અને આજુબાજુના ગરીબ લોકો પાસેથી ભાડું ઉઘરાવનાર વ્યક્તિ સામે કોર્પોરેશને કાર્યવાહી કરી છે. આ સાથે જ મંદિર સિવાય નર્મદા કેનાલની આજુબાજુના ગેરકાયદે બંધાયેલા 40થી વધુ ઝૂપડા પણ તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર કેયુર રોકડિયા અને સયાજીગંજના ધારાસભ્ય પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ દરમ્યાન સ્થાનિકોએ મેયરને બાંધકામ ન તોડવા આજીજી કરી હતી. પરંતુ ગેરકાદેસરના દબાણો હોવાથી તંત્રના અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Next Story