/connect-gujarat/media/post_banners/06f2e67f4937a961d0cdfce68275fa60073e838d783dbb52caac14a357aba674.webp)
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો
વડોદરામાં નેશનલ હાઇવે નંબર 48 પર માંગલેજ પાસે આઇસર અને કાર વચ્ચે ભયાનક અકસ્માત થયો હતો. મળતી જાણકારી અનુસાર, વડોદરામાં નેશનલ હાઇવે પર માંગલેજ પાસે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. કાર લઈ ત્રણ યુવાનો નવાપુરાથી રાજસ્થાન જઈ રહ્યા હતા ત્યારે પાછળથી ફૂલ સ્પીડે આવતા આઈસરે કારને પાછળથી ટક્કર મારી હતી. કારમા સવાર ત્રણમાંથી 2ના મોત થયા જ્યારે આઇસર ચાલકનું પણ ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને વડોદરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. મૃતકોની ઓળખ ઉકમ ભારતી, સુરેશ ભારતી તરીકે થઇ હતી.