-
વિશ્વામિત્રી નદીમાંથી મળ્યા મગરના મૃતદેહ
-
બે મહાકાય મગરના મળ્યા મૃતદેહ
-
ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં ચિંતા
-
છેલ્લા બે મહિનામાં છ મગરના થયા મોત
-
મગરોના મોતની ઘટના તપાસનો વિષય બન્યો
વડોદરા શહેરની વચ્ચેથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારા પાસેથી બે મહાકાય મગરોના મૃતદેહ મળી આવ્યા છે. આશ્ચર્ય પમાડે તેવી વાત તો એ છે કે શહેરમાં છેલ્લા બે મહિનામાં છ મગરોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા બે મગરના મૃતદેહ મળી આવ્યા હતા,મહાકાય મગરના મોતને કારણે જીવદયા પ્રેમીઓમાં ચિંતા જોવા મળી હતી.વિશ્વામિત્રી નદીમાં મગરો પર કોઈ પ્રકારનું જોખમ ઉભું થયું છે કે કેમ તે પણ એક તપાસનો વિષય બની ગયો છે.
દરમિયાન મગર રેસ્ક્યુ કરતા જીવદયા પ્રેમી સંગઠન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમને વિશ્વામિત્રી નદીના કિનારા પર લગભગ આઠ ફૂટના મગરનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયર બ્રિગેડ અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ટીમ સાથે આ મગરને કાઢવાની કામગીરી બાદ આરાધના ટોકિઝથી ખાસવાડી સ્મશાનની વચ્ચે પસાર થતી વિશ્વામિત્રી નદીના કિનારે પણ એક મગરનો મૃતદેહ પડેલો મળી મળ્યો હતો.અને આ મગર લગભગ 10 ફૂટનો મહાકાય મગર હોવાનું જાણવા મળ્યું છે.