/connect-gujarat/media/post_banners/41e4ca6b98b513e53e7e8fe940c998885ac7474d85f2ca7189ad83dca94fc437.jpg)
વડોદરામાં રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની યોજાયેલ ઓનલાઈન પરીક્ષામાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ડમી ઉમેદવારની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
વડોદરામાં ગઈકાલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આરસીસી લેવલ-1 ગ્રુપ ડીની પરીક્ષા ઓનલાઈન યોજાઇ હતી તેમાં અસલ ઉમેદવારના અંગુઠાની સ્કીન ચોંટાડી પરીક્ષા આપનાર ઉમેદવાર અને આરોપી રાજ્યગુરુ ગુપ્તા રહે બિહાર અને મનીષકુમાર શંભુપ્રસાદ રહે બિહાર બંને નારાયણ ગાર્ડન રોડ અનંતા ટ્રેડર્સ કોમ્પ્લેક્સમાં ટાટાના સર્વિસીસ સેન્ટરમાં એકઝામ આપતા હતા તે દરમિયાન સુરક્ષા એજન્સી દ્વારા આરોપીને ઝડપી પાડ્યા હતા અને સુરક્ષા એજન્સી દ્વારા લક્ષ્મીપુરા પોલીસમાં ફરિયાદ નોંધાતા બંને આરોપીને કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.આ યુવકો દ્વારા કોઈને ધ્યાન ન જાય તેવી ચતુરાઈથી અજોડ ઓળખી ન શકાય તેવી રીતે ડાબા હાથના અંગૂઠાની ચામડી ડમી વિદ્યાર્થીએ ડાબા અંગૂઠા ઉપર ચોંટાડી ઈલેક્ટ્રીક સિક્વન્સ ડિવાઇસમાં થમ ઇમ્પ્રેશન ઉપસાવી પરીક્ષાના ઉમેદવાર તરીકે ખોટું નામ ધારણ કરી એટેન્ડન્સ સીટમાં પોતાના જમણા હાથ ઈમ્પ્રેસન નિશાની લગાડી એકબીજાને ગુનાહિત કાવતરું કરતા જ રંગે હાથે ઝડપાઈ ગયા હતા..