Connect Gujarat
વડોદરા 

વડોદરા : PM મોદીનું પરંપરાગત સ્વાગત કરવા વિશાળ રંગોળી તૈયાર કરતાં કલાનગરીના કલાકારો...

PM નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૮ વર્ષના સુશાસન પર્વની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેરમાં તા. ૧૮ જૂનના રોજ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદીનું પરંપરાગત રીતે સ્વાગત કરવા માટે કલાનગરીના વિવિધ સ્થળે વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા શહેરમાં આગમનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેમના સ્વાગત અર્થે વિશાળ રંગોળી બનાવનાર પરંપરા રંગોળી કલાકાર ગ્રૂપના સ્થાપક ઉદય કોરડેએ જણાવ્યું હતું કે, વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા PMના સ્વાગત અર્થે શહેરના એક મોલ અને એસ.ટી. ડેપો ખાતે એમ બે વિશાળ રંગોળી બનાવવામાં આવી રહી છે, જ્યારે એસ.ટી. ડેપો ખાતે વડાપ્રધાનના ચિત્રને ૩૬૦ કિલો વિવિધ કલરની રંગોળીનો ઉપયોગ કરવામાં આવશે. આ કાર્ય કરવા માટે ૧૩ જેટલા કલાકારો વિશાળ રંગોળી બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.

તો બીજી તરફ, અંતરિક્ષમાં ડગ માંડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૩૦ બાય ૧૩ ફૂટતી વિશાળ રંગોળી પણ બનાવવામાં આવી છે. આ અંગે ગ્રુપના સભ્યોએ જણાવ્યુ હતું કે, ગ્રુપના ૧૨ જેટલા કલાકારો મોદીજીની વિશાળ રંગોળી બનાવવામાં જોડાયેલા છે. જેમાં છેલ્લા ૩ દિવસમાં ૧૫૦ કિલો રંગોનો ઉપયોગ કરી મૉલમાં મોદીજી અંતરિક્ષમાં ડગ માંડતા હોય તેવી રંગોળી અને મોદીજીનું વિશાળ રંગોળી બનાવવામાં આવી છે.

Next Story