વડોદરા : મગરના મુખમાં મહિલાનો મૃતદેહ નજરે પડતાં ચકચાર, ભારે જહેમતે ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો...

વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતી

New Update

કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીકની ઘટના

મગરના મુખમાં મહિલાનો મૃતદેહ જોવા મળતા ચકચાર

મનપા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી

મગરના મુખમાંથી મૃતદેહ છોડાવતા ટીમને પસીનો છૂટ્યો

બનાવના પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી

વડોદરા શહેરના કાલાઘોડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નજીક મગરના મુખમાં એક મહિલાનો મૃતદેહ જોવા મળતા લોકોએ ફાયર વિભાગને જાણ કરી હતીત્યારે ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ મહિલાના મૃતદેને બહાર કાઢ્યો હતો.

વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરનો મોટા પ્રમાણમાં વસવાટ જોવા મળી રહ્યો છેત્યારે પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાય મગરો રોડ-રસ્તા પર આવ્યા હતા. જોકેઆ દરમ્યાન કોઈપણ વ્યક્તિને ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું નથીત્યારે કાલાઘોડા-વિશ્વામિત્રી બ્રિજ નજીક એક મહિલાને મગર મોંમાં ખેંચીને લઇ જતાં સ્થાનિકો જોઈ જતા ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી. જોકેમહીલાના મૃતદેહની આસપાસ 4-5 મગર ફરતા રેસ્ક્યું ટીમને સમય લાગ્યો હતો. જે બાદ ભારે જહેમતે ફાયર વિભાગે મહિલાના મૃતદેને બહાર કાઢ્યો હતો. ફાયર વિભાગના જણાવ્યા અનુસારઆ બનાવ અંગે સવારે 8 કલાકે કંટ્રોલ એન્ડ કમાન ખાતે કોલ મળ્યો હતો. કાલાઘોડા બ્રિજથી 100 મીટર દૂર આ ઘટના બની હતી. ફાયર વિભાગે અડધો કલાકની ભારે જહેમત બાદ મગરના મુખમાંથી મહિલાના મૃતદેહને મુક્ત કરાવ્યો હતો. બનાવના પગલે પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

#Gujarat #CGNews #Vadodara #died #Attack #Women #crocodile
Here are a few more articles:
Read the Next Article