/connect-gujarat/media/post_banners/7cbcc8999f79b2f8f1d8638907dadc95f11db7fcb621edd79d22d10356e1d878.jpg)
વડોદરા કોર્પોરેશને ફાળવેલા મકાનોમાં પ્રાથમિક સુવિધાના અભાવથી કંટાળી કલ્યાણ નગરમાં આવાસ ફાળવવાની માંગ સાથે ત્રણ મહિલાઓએ ગાજરાવાડી પાણીની ટાંકી ઉપર ચડી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી.
વડોદરાની ગાજરાવાડી પાણીની ટાંકી ઉપરથી આવાસ મુદ્દે ત્રણ મહિલાઓએ આપઘાતનો પ્રયાસ કરતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી. ઘટનાના પગલે સ્થળ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ, પોલીસ તથા એમ્બ્યુલન્સ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોએ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલ સ્થળ પર આવે અને લેખિતમાં બાંહેધરી આપે ત્યારબાદ જ નીચે ઉતરવા જણાવ્યું હતું.આ રેસ્ક્યુ દરમિયાન પાણીની ટાંકી નીચે રહેલી બે આંદોલનકારી મહિલાઓ પણ બેભાન થઈ હતી. પાણીની ટાંકી ઉપર ચડેલી મહિલાઓને નીચે ઉતારવા ભારે ખેંચતાણના દ્રશ્યો સર્જાતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. રેસ્ક્યુ દરમિયાન કિન્નર રેશમા અવારનવાર ભુસકો મારવાનનો પ્રયાસ કરતી હતી. અને એક તબક્કે લોકોના જીવ તાળવે ચોંટયા હતા.સતત એક કલાક સુધી ત્રણ મહિલાઓને જકડી રાખી અથાક પ્રયાસો થકી સમજણ આપી મામલો થાળે પાડયો હતો.