Connect Gujarat
વડોદરા 

વડોદરા : સાયકલ સવાર હેલ્મેટ પહેરી નિકળતા ચર્ચાનો વિષય, કહ્યું : હાઈવે ઉપર હેલ્મેટ કરો ફરજીયાત, શહેરમાં મરજિયાત.

ત્યારે હાઈવે ઉપર હેલ્મેટ ફરજીયાત અને શહેરમાં હેલ્મેટ મરજિયાતની માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકરે વિરોધ દર્શાવ્યો હતો.

X

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમોને વધુ કડક બનાવવામાં આવ્યા છે, ત્યારે હાઈવે ઉપર હેલ્મેટ ફરજીયાત અને શહેરમાં હેલ્મેટ મરજિયાતની માંગ સાથે વડોદરાના સામાજિક કાર્યકરે વિરોધ દર્શાવ્યો હતો. જેમાં સાયકલ ઉપર માસ્ક સાથે હેલ્મેટ પહેરી અનોખો વિરોધ જોઈ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

વડોદરા શહેરના વુડા સર્કલથી કારેલીબાગ પોલીસ મથક સુધી સાઈકલ સવાર હેલ્મેટ સાથે નીકળતા ચર્ચાનો વિષય બન્યો હતો. આ સાઈકલ સવાર એવા સામાજિક કાર્યકર્તા કમલેશ પરમારે ટ્રાફિક અધિક્ષકને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત અનેક રોડ-રસ્તાઓ પર ખોદકામ થઈ રહ્યું છે. પરિણામે વાહનો રસ્તામાં ખુંપી જવાની સાથે અકસ્માતો પણ વધી રહ્યા છે.

અનેક રજૂઆત છતાં ટ્રાફિક સિગ્નલનો અભાવ, જીબ્રા ક્રોસિંગ બાબતે બેદરકારી, અકસ્માતને નોતરું આપતા લેવલ વગર તેમજ ખુલ્લા ગટરના ઢાંકણા, રખડતાં પશુઓ બાબતે તંત્રના આંખ આડા કાન અને રાહદારીઓ માટે સર્વિસ રોડની સુવિધા નહીં હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં હેલ્મેટ અને સીટ બેલ્ટ બાબતે લેવાયેલા નિર્ણયના પગલે પોલીસ અને આમ નાગરિક વચ્ચે ઘર્ષણ સર્જાય છે. મોંઘવારી અને બેરોજગારીના આ સમયમાં જનતા ઉપર ખોટો બોજો નાખવામાં ન આવે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત સુવિધા અને સુરક્ષા આપ્યા બાદ જ તંત્ર કોઈ દંડાત્મક કાર્યવાહી કરે તેવું સામાજિક કાર્યકરે જણાવ્યુ હતું.

Next Story