Connect Gujarat
વડોદરા 

વડોદરા : સયાજીગંજથી ભાજપના ઉમેદવાર કેયૂર રોકડિયાએ ભર્યું નામાંકન, કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા રહ્યા ઉપસ્થિત

શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

X

વડોદરા શહેર 142 સયાજીગંજ વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયાએ કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

ગુજરાત વિધાનસભા ચૂંટણીના બિજા તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે, ત્યારે વડોદરા શહેર 142 સયાજીગંજ વિધાનસભાથી ભાજપના ઉમેદવાર અને વડોદરા મહાનગરના પ્રથમ નાગરિક મેયર કેયૂર રોકડિયા કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવવા પહોંચ્યા હતા. આ પહેલા શહેરના ગોરવા આઈટીઆઈ સર્કલ ખાતે એક જનસભાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કેયુર રોકડિયા સવારે મંદિરે દર્શન કરી પોતાના રેલીના આયોજન સ્થળે પહોંચ્યા હતા. આ રેલી સ્થળે કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા પણ પહોંચ્યા હતા, જ્યાં ભાજપના સ્થાનિક કાર્યકરો દ્વારા પુરૂષોત્તમ રૂપાલાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે, આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ, ત્યારે આ બેઠક પરથી ભાજપ અને મારી જંગી બહુમતી સાથે જીત નિશ્વિત છે.

તો બીજી તરફ, જનસભાને સંબોધતા કેન્દ્રિય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતંસ કે, વડોદરાએ આક્રમકતાથી ભાજપનું સમર્થન કર્યું છે. ગમે તેવા પ્રસંગો આવ્યા હોય તો પણ આ વડોદરા ભાજપના કિલ્લા તરીકે ઊભું રહ્યું છે. આ કિલ્લામાં કેયુર રોકડિયા ઉમેદવાર તરીકે સયાજીગંજમાંથી ઉમેદવારી કરવા જઈ રહ્યા છે, ત્યારે આજથી તમામ કાર્યકર્તાઓનું કામ શરૂ થાય છે. આજથી દરરોજ પોતપોતાના વિસ્તારની અંદર ભાજપને મત આપવા માટે વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરવાનો છે. ભાજપે આ વખતની ચૂંટણીમાં વિક્રમજનક જીત હાંસલ કરવાની રણનીતી સાથે મેદાનમાં ઉતરી છે. ઐતિહાસિક જીત મેળવવા માટે ભાજપની ટીમ અને ભાજપના કાર્યકર્તાઓને ઉત્સાહ સાથે મેદાનમાં ઉતર્યા છે.

Next Story