વડોદરા : પંજાબના અટારી બોર્ડરથી દેશમાં એકતા-શાંતિના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, ડભોઇમાં કરાયું સ્વાગત

એકતાના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, પંજાબના અટારી બોર્ડરથી બાઇક રેલી કેવડિયા પહોચશે

New Update
વડોદરા : પંજાબના અટારી બોર્ડરથી દેશમાં એકતા-શાંતિના સંદેશ સાથે BSFના જવાનોએ યોજી બાઇક રેલી, ડભોઇમાં કરાયું સ્વાગત

પંજાબના અટારી બોર્ડરથી કેવડિયા સુધી એકતાના સંદેશ સાથે બાઇક રેલી દ્વારા નિકળેલા BSFના જવાનોનું વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કેલનપુર તેમજ શિનોર ચાર રસ્તા ખાતે પોલીસ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્તાન-પાકિસ્તાન બોર્ડર એવા પંજાબના અટારીથી BSFના 34 જેટલા જવાનો બાઇક રેલી યોજી વડોદરા જિલ્લાના ડભોઇ થઈ કેવડિયા જવાના હોય, ત્યારે દેશમાં એકતા અને શાંતિનો સંદેશ આપતા જવાનોનો ઉત્સાહ વધારવા વડોદરા જિલ્લા પોલીસ દ્વારા ડભોઇ તાલુકાના કેલનપુર દાદા ભગવાન મંદિર ખાતે ભવ્ય સ્વાગત અને સત્કાર કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા BSF જવાનો સામેલ હોય, ત્યારે મહિલા સશક્તિકરણ પણ જોવા મળ્યું હતું. ડભોઇ તાલુકા પોલીસ પી.આઈ. એસ.જે.વાઘેલા, પી.એસ.આઈ. એ.એમ.કામલીયા દ્વારા ડભોઇ-શિનોર ચાર રસ્તા ખાતે BSFના જવાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરના સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories