-
વડોદરા કપુરાઈ ચોકડી પર સર્જાયો અકસ્માત
-
ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત
-
ટ્રક કાર પર ચડી જતા કાર બની સેન્ડવીચ
-
કારમાં સવાર તમામનો ચમત્કારિક બચાવ
-
કારમાં ફસાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયર બ્રિગેડે કર્યું રેસ્ક્યુ
વડોદરાની કપુરાઈ ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.કાર પર ટ્રક ચડી જતા દુર્ઘટના સર્જાઈ હતી.આ ઘટનામાં કાર સેન્ડવીચ બની ગઈ હતી. કારમાં ફસાયેલા ત્રણ લોકોને ફાયર વિભાગે ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કરીને બહાર કાઢ્યા હતા.
વડોદરાની કપુરાઈ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં સુરત તરફથી આવતી કાર ઉપર આખેઆખી ટ્રક ચડી ગઈ હતી, અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.આ ઘટના અંગેની જાણ વડોદરા ફાયર વિભાગને મળતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ત્રણ વ્યક્તિનું દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ કારમાં કુલ ચાર વ્યક્તિઓ સવાર હતા, જેમાંથી એક વ્યક્તિ બહાર નીકળી ગયો હતો અને અન્ય ત્રણ વ્યક્તિ કારમાં ફસાયા હતા. પોલીસ અને ફાયર વિભાગની ટીમ દ્વારા ક્રેનની મદદ લઈ ટ્રકને હટાવી તેમાંથી ત્રણ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું હતું. જોકે, આ ઘટનામાં કારમાં ફસાયેલા તમામનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો.