વડોદરા:  હિટ એન્ડ રનના બનાવમાં કાર ચાલકની ધરપકડ

વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

વડોદરાના તરસાલી વિસ્તારમાં કાર ચાલકે 19 વર્ષીય યુવાનને અડફેટે લેતા તેનુ મોત નિપજ્યું હતું ત્યારે હીટ એન્ડ રનની આ ઘટનામાં પોલીસે ફરાર કાર ચાલકની સેલવાસ ખાતેથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના સુસેન તરસાલી રીંગ રોડ પર આવેલા રામનગર ખાતે રહેતો 19 વર્ષીય વિનયકુમાર રોહિત તેના ઘર પાસેના એસાર પેટ્રોલ પમ્પ પાસેથી પસાર થઇ રહેલો રોડ ક્રોસ કરી રહ્યો હતો. આ સમયે પુરપાટ ઝડપે આવી રહેલી ગ્રે કલરની સ્વીફ્ટ કારના ચાલકે વિનયને અડફેટે લીધો હતો.અકસ્માતમાં વિનયને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં 48 કલાક સુધી જીવન મરણ વચ્ચે ઝઝુમી રહેલા વિનયે મંગળવારે મોડી રાત્રે અંતિમ શ્વાસ લીધો હતો. બનાવને પગલે મકરપુરા પોલીસે અકસ્માત સર્જનાર કાર ચાલકની શોધખોળ આરંભી હતી.પોલીસે કાર ચાલકને ઝડપી પાડવા વિસ્તારના તમામ સીસીટીવી ફંફોળી નાખ્યાં હતા. જેમાં તરસાલી શાક માર્કેટ પાસે લાગેલા સીસીટીવી કેમેરામાં અકસ્માત સર્જનાર ગ્રે કલરની સ્વીફ્ટ કાર કેદ થઇ હતી. આમ પહેલી કળી મળ્યાં બાદ પોલીસે કરજણ ટોલનાકા સુધીના સીસીટીવી ફુટેજ મેળવી વિનયને મોતને ઘાટ ઉતારનાર તરસાલી વિજયનગર ખાતે રહેતા કાર ચાલક ધવલ પટેલને શોધી કાઢ્યો હતો.અકસ્માતની ઘટનાને અંજામ આપ્યા બાદ ધવલ પોતાના ઘરે ગયો અને ત્યારબાદ તે વડોદરાથી સેલવાસ નાસી છુટ્યો હતો. જોકે મકરપુરા પોલીસે ધવલ પટેલને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Latest Stories