વડોદરા ક્રોકોડાઇલ સિટી બનશે
વિશ્વામિત્રી નદીમાં મગરોનું સામ્રાજ્ય
વૈજ્ઞાનિક ઢબે હાથ ધરાય ગણતરી
નદીમાં કુલ 417 મગરો નોંધાયા
MS યુનિવર્સિટી દ્વારા ગણતરી કરાઈ
વડોદરાની મધ્યમાંથી વહેતી વિશ્વામિત્રી નદીમાં કુલ 417 મગરો નોંધાયા છે. નવાઈની વાત તો એ છે કે, નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના માત્ર 2 કિમીના પટમાં જ 103 મગરો બિરાજમાન છે.
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં રહેલા મગરોની ગણતરી 7 ફેબ્રુઆરી, 2026ના રોજ કરવામાં આવી હતી, જેમાં વિશ્વામિત્રી નદીમાં 417 મગરો હોવાનું સામે આવ્યું છે. નરહરિ હોસ્પિટલથી કાલાઘોડા વચ્ચેના 2 કિમીના વિસ્તારમાં સૌથી વધુ 103 મગરો જોવા મળ્યા હતા. 2025 કરવામાં આવેલી મગરની ગણતરીમાં 442 મગરોની ગણતરી કરવામાં આવી હતી. જોકે તે સમયે શહેરના તળાવોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ વખતે તળાવોનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
MS યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ઝૂઓલોજી વિભાગના નિષ્ણાંતોના મતે આ વખતે મગરોની જે ગણતરી થઈ તે ખૂબ જ અત્યંત ઝીણવટભરી અને સઘન હતી.