New Update
વડોદરામાં ધનતેરસ નિમિત્તે જવેલર્સની ખરીદીમાં તેજી
શુભ મુર્હુતમાં ખરીદી કરતા શહેરીજનો
સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો
ગ્રાહકોની ખરીદશક્તિ પર પડી અસર
ભાવમાં તેજી સામે નાની વસ્તુઓની ખરીદી કરતા ગ્રાહકો
વડોદરા શહેરમાં ધનતેરસના પર્વ નિમિત્તે જવેલર્સની દુકાનમાં ગ્રાહકોની ભીડ ઉમટી હતી,ભલે સોના ચાંદીના ભાવ વધ્યા હોય પરંતુ શહેરીજનોએ પોતાની ખરીદશક્તિ મુજબ વસ્તુની ખરીદી કરી હતી.
વડોદરા શહેરના બજારોમાં દિવાળીના પર્વની તેજી જોવા મળી રહી છે,ત્યારે આજે માતા લક્ષ્મીને રિઝવવા માટેનો ઉત્તમ પર્વ એટલે ધનતેરસ. ધનતેરસના પવિત્ર દિવસની માન્યતા મુજબ સોનુ અથવા ચાંદીની ખરીદીને આજના દિવસે ખુબ જ શુકન માનવામાં આવે છે.જેના કારણે માતા લક્ષ્મી આખું વર્ષ કૃપાદ્રષ્ટિ વરસાવે છે.ત્યારે વડોદરામાં આજે ધનતેરસના પવિત્ર દિવસે લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે ઉંટી પડ્યા હતા.સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હોવા છતાં પણ લોકો સોના ચાંદીની નાની વસ્તુની પણ ખરીદી કરીને શુકન કરતા જોવા મળ્યા હતા. શહેરના વિવિધ જ્વેલર્સ શોપમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને લોકોમાં દીપાવલી પર્વને લઈને ઉત્સાહ પણ જોવા મળી રહ્યો હતો.
Latest Stories