Connect Gujarat
વડોદરા 

વડોદરા : ચૈત્ર માસની શનિવારી અમાસ સાથેનો સંયોગ રચાયો, ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો ઉમટ્યા

આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ વિધાન અર્થે ઉમટી પડ્યા હતા.

X

આજરોજ ચૈત્ર માસની શનિવારી અમાસ નિમિત્તે વડોદરા જિલ્લાના ચાંદોદ-કરનાળી ખાતે સેકડો ભાવિકો નર્મદા સ્નાન, દેવ દર્શન અને વિધિ વિધાન અર્થે ઉમટી પડ્યા હતા.

આજરોજ શનિવારી અમાસ સાથે ખંડગ્રાસ સુર્યગ્રહણ પણ છે. પરંતુ ભારતમાં તે દેખાવાનું ન હોવાથી ગુજરાત સહિત પરપ્રાંતમાંથી સેકડો શ્રધ્ધાળુ વડોદરા જીલ્લાના પુણ્યકારી તીર્થધામ ચાંદોદ-કરનાળી ખાતે ઉમટી પડ્યા હતા. ચૈત્ર માસની અમાસ સાથે શનિવારનો સંયોગ રચાયો હોય જેથી શનિવારી પિતૃ અમાસને અનુલક્ષીને મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓએ પવિત્ર ત્રિવેણી સ્નાનનો લાભ લઇ પોતાના તીર્થગોર પાસે નારાયણ બલી, નાગબલી, પંચબલી, પિતૃ તર્પણ અને પિંડદાન જેવી વિધીમાં જોડાય પિતૃ મોક્ષની કામના કરી હતી, તો અમાવસ્યાના દિવસે કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શનનો સવિશેષ મહિમા હોય નિયમિત અમાસ ભરતા શિવભક્ત સહિતના ભાવિકોની વહેલી સવારથીજ લાંબી કતારો જામી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હોય, ત્યારે શાંતિપૂર્ણ રીતે કુબેરદાદાના દર્શન કરી ભાવિક ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Next Story