Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવલખી મેદાનમાં સગીરાની "લાજ" લેનારા નરાધમોને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

વડોદરાના નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરાને ઝાડીઓમાં ખેંચી જઇ ગેંગરેપ કરનારા બંને દુષ્કર્મીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે.

X

વડોદરાના નવલખી મેદાનમાં મંગેતર સાથે બેઠેલી સગીરાને ઝાડીઓમાં ખેંચી જઇ ગેંગરેપ કરનારા બંને દુષ્કર્મીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે.

વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે દુષ્કર્મ કરનારા બંને આરોપીઓને કોર્ટે દોષી જાહેર કર્યા છે. 26 મહિનામાં જ કોર્ટ તેનો ચુકાદો આપવા જઇ રહી છે. કિશન માથાસુરીયા અને જશા સોલંકી નામના બંને આરોપીને પોસ્કોની કલમ 6 ઓબ્લીક એક મુજબ દોષી જાહેર કર્યા છે અને આ કલમ હેઠળ ફાંસીની સજાની જોગવાઇ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતની કોર્ટ દુષ્કર્મના કિસ્સાઓમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. બે આરોપીની જે-તે સમયે ધરપકડ બાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર 45 દિવસમાં તપાસ પુરી કરી હતી. આ કેસમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરાઈ હતી અને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આજે આ કેસમાં ચૂકાદો આપ્યો છે.

હવે તમને જણાવીશું કે આખી ઘટના શું હતી.. તા.28 નવેમ્બર 2019ના રોજ સગીરા તેના મંગેતર સાથે નવલખી ગ્રાઉન્ડમાં બેઠી હતી. ત્યારે બે યુવાનોએ પોલીસની ઓળખ આપી બંનેને ધમકાવ્યાં હતાં અને મંગેતરને ભગાડી દીધો હતો. એકલી પડી ગયેલી સગીરાને બંને નરાધમો ઝાડીઓમાં ખેંચી ગયાં હતાં દિવાલની પાછળ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાના રાજય ભરમાં પડધા પડયાં હતાં. આરોપીઓને શોધવામાં પોલીસને ભારે પરિશ્રમ કરવો પડયો હતો. આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાંચે વડોદરામાંથી કિશન માથાસુરીયા અને જશા સોલંકીને ઝડપી પાડયાં હતાં. બંને આરોપીઓ વડોદરામાં રહી ફુગ્ગા વેચવાનું કામ કરતાં હતાં. આરોપીઓ ઝડપાય ગયા બાદ તેમને સ્થળ પર લઇ જઇને પણ તપાસ કરવામાં આવી હતી. હવે બંને આરોપીઓને કોર્ટે દોષી જાહેર કરી દીધાં છે.

Next Story