વડોદરા: એક જ ઘરમાંથી પતિ,પત્ની અને પુત્રનો મળ્યો મૃતદેહ, “દીવાલ પર લખ્યુ અમે મરજીથી આપઘાત કરીએ છીએ”

ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ હતી.

New Update
વડોદરા: એક જ ઘરમાંથી પતિ,પત્ની અને પુત્રનો મળ્યો મૃતદેહ, “દીવાલ પર લખ્યુ અમે મરજીથી આપઘાત કરીએ છીએ”

વડોદરા શહેરના ડભોઈ-વાઘોડિયા રિંગ રોડ પર આવેલા દર્શનમ ઉપવન ડુપ્લેક્સમાં રહેતા એક જ પરિવારના 3 સભ્યના મૃતદેહો મળતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી

વડોદરા શહેરના વાઘોડિયા રિંગ રોડ પર દર્શનમ ઉપવન નામની સોસાયટીમાં મિસ્ત્રી પરિવાર રહેતા હતા. પરિવારના મોભી પ્રિતેષ મિસ્ત્રી તેમના પત્ની સ્નેહાબેન તથા તેમના 7 વર્ષના પુત્ર હર્ષિલએ જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, પ્રિતેષભાઇ અને તેમના પરિજનો છેલ્લા કેટલાક દિવસથી આસપાસમાં કોઇને મળતા ન હતા તેમ આસપાસના લોકોએ મીડિયાને જણાવ્યું હતું. ગત રાત્રે ત્રણેય લોકોએ ઘરમાં જ ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવ્યું હતું. હાલ તબક્કે તમામના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. મિસ્ત્રી પરિવારના ત્રણ સભ્યોએ એક સાથે જીવન ટુંકાવી દેતા અન્ય પરિજનો સ્તબ્ધ થયા છે. પ્રિતેષભાઇ મિસ્ત્રીના પરિવારે કયા કારણોસર જીવન ટુંકાવ્યું તે અંગે હાલ કારણ અકબંધ છે. પ્રિતેષભાઇ મિસ્ત્રી શેરબજાર અને ઇલેક્ટ્રોનિક્સ સંબંધિત કામકાજ કરતા હતા.ત્યારે હાલ પોલીસે પરિવારના મોત પાછળના કારણોની તપાસ શરૂ કરી છે

Latest Stories