/connect-gujarat/media/post_banners/ea1a62269fb19637f49298c8cd9d61f8b679aef658d1f89a2b944eb1b2875e5e.webp)
વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે દર્શનમ ફ્લેટ નજીક વિશ્વામિત્રી નદીમાં અંદાજે 15 ફૂટ લાંબા મહાકાય મગરનો મૃતદેહ તરતો દેખાયો હતો. જેથી સ્થાનિકોના ટોળાએ ફાયરબ્રિગેડની ટીમને આ અંગે જાણ કરી હતી.
મગરના મૃતદેહને વનવિભાગને સોંપવામાં આવ્યો છે. મગર સંરક્ષિત શિડ્યુલ-1નું પ્રાણી હોવાથી વનવિભાગ દ્વારા મગરના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે, ત્યારબાદ મગરના મોતનું સાચું કારણ જાણી શકાશે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં અંદાજે 280 જેટલા મગર વસવાટ કરે છે. જેમની લંબાઇ 4 ફૂટથી લઇને 18 ફૂટ સુધીની છે, ત્યારે હાલ તો આ મગર કોઈ બીમારીના કારણે મૃત્યુ પામ્યો હોવાનું લોકોએ અનુમાન લગાવ્યું હતું.