વડોદરા : દિલ્હી નાર્કોટિક્સ વિભાગના ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update

દિલ્હી નાર્કોટિક્સ વિભાગના વડોદરા-રાવપુરામાં ધામા

અમદાવાદભાવનગર અને ત્યારબાદ વડોદરામાં દરોડા

ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા

નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ

સમગ્ર મામલે નાર્કોટિક્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરાય

વડોદરા શહેરના રાવપુરા વિસ્તારની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાંથી દિલ્હી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના દરોડામાં નશીલા દ્રવ્યો સહિત ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

દિલ્હી નાર્કોટિક્સ વિભાગ દ્વારા વડોદરાની ખ્લોરોફિલ્સ બાયોટિક કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં 850 બોટલ કોડીન ફોસ્ફેટ અને 15,300 ટ્રામાડોલ ડ્રગ્સ મળી આવ્યું હતું. સામાન્ય રીતે આ ડ્રગ પેઇન કિલરના ઉપયોગમાં આવે છે. પરંતુ કેટલાક લોકો તેનો નશામાં ઉપયોગ કરે છેઆ અંગેની બાતમી દિલ્હી નાર્કોટિક વિભાગને મળતા તેઓએ 2 દિવસ અગાઉ અમદાવાદ અને ત્યારબાદ ભાવનગર રેડ કરી હતી. જેમાં વડોદરાની કંપનીનું નામ ખુલતા નાર્કોટિકસ વિભાગ દ્વારા બાતમીવાળી કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ મામલે હાલ સુધીમાં અમદાવાદથી એક અને ભાવનગરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છેજ્યારે વડોદરાના વ્યક્તિની પૂછપરછ ચાલી રહી હોવાનું દિલ્હી નાર્કોટિક્સ વિભાગના અધિકારી જણાવ્યુ હતું.

 

Latest Stories