Connect Gujarat
વડોદરા 

વડોદરા: વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પડાય, લોકોએ નોંધાવ્યો ભારે વિરોધ

મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.

X

વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા દ્વારા વાઘોડિયા રોડ પર આવેલ ભાથીજી મહારાજની દેરી તોડી પાડવામાં આવતા વિવાદ ઉભો થયો છે.આ બાબતે સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો હતો

અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો શ્રેય ભાજપ લઈ રહ્યું છે, બીજી તરફ વડોદરા શહેરમાં ભાજપના જ શાસનમાં લોકો અને હિન્દુ સંગઠનોના વિરોધ વચ્ચે દેરીને તોડાઈ છે. વડોદરાના વાઘોડિયા રોડ પૂનમ કોમ્પ્લેક્સ સામે 70 વર્ષ જૂની દેરીના બાંધકામને દબાણ શાખાએ પોલીસની મદદથી તોડી પાડતાં વિરોધ થયો હતો. રોષે ભરાયેલા સ્થાનિકોેએ તાત્કાલિક બીજું મંદિર મૂકી રામધૂન કરતાં તેને પણ હટાવી દબાણ શાખાએ મંદિર જપ્ત કર્યું હતું. કલાકો સુધી રોડ પર વિરોધ પ્રદર્શનથી એક તરફનો રોડ બંધ કરવો પડ્યો હતો.વાડી શાસ્ત્રીબાગથી પૂનમ કોમ્પ્લેક્સ તરફ જતા 27 મીટરના રોડ પર ચીમનપાર્ક સોસાયટી પાસે 70 વર્ષ જૂની ભાથીજી મહારાજની દેરી હતી. જેને દબાણ શાખાએ સ્થાનિકોના વિરોધ વચ્ચે તોડી પાડી હતી. દબાણ શાખાએ નડતરરૂપ હોવાનું કહી દેરીના બાંધકામ પર બૂલડોઝર ફેરવતાં લોકો દોડી આવ્યા હતા. મહિલાઓ અને ભક્તો દેરીની આગળ ઢાલ બની ઊભાં થયાં હતાં. જોકે પોલીસે કડકાઈ દાખવી લોકોને હટાવ્યા હતા. જ્યારે ટીંગાટોળી કરી 3ની અટક કરી હતી. રહીશોએ પોલીસ અને દબાણ શાખાનો વિરોધ કરી કહ્યું કે, બાવામાનપુરા જેવા વિસ્તારમાં રોડ પરનાં ધાર્મિક દબાણો કેમ દૂર કરાતાં નથી, તેને હટાવી તમારી બહાદુરી બતાવો.

Next Story