વડોદરા: માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે ટક્કર મારી-માતાનું મોત,જુઓ CCTV

અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી.

New Update
વડોદરા: માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે ટક્કર મારી-માતાનું મોત,જુઓ CCTV

વડોદરામાં માતાને દવાખાને લઈને જતા દિવ્યાંગ પુત્રના મોપેડને કારે ટક્કર મારતા ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં માતાનું કરૂણ મોત નિપજયું હતુ. અકસ્માતના આ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વડોદરા શહેરના ગોત્રી રોડ વિસ્તારમાં દિવ્યાંગ યુવાન તેના થ્રી વ્હીલર મોપેડ પર માતાને સારવાર માટે ગોત્રી હોસ્પિટલે લઇ જઇ રહ્યો હતો. તે સમયે રસ્તામાં પાછળથી કાર લઇને આવેલી મહિલા ચાલકે થ્રી વ્હીલર મોપેડને અડફેટે લેતાં માતા અને પુત્ર મોપેડ પરથી ફંગોળાયાં હતાં.

Advertisment

અકસ્માતમાં ઘાયલ માતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું, જ્યારે પુત્ર સારવાર હેઠળ છે. બીજી તરફ કાર મૂકીને મહિલા ફરાર થઇ ગઇ હતી. આ અંગે ગોત્રી પોલીસના જણાવ્યા મુજબ કનુભાઈ ગોવિંદભાઈ પરમારએ ફરિયાદ નોંધાવી છે કે, મારો ભાઈ રાજેશ દિવ્યાંગ છે અને તેમના થ્રી વ્હીલ મોપેડ પર માતા સવીતાબેન પરમારને લઇને સારવાર માટે ગોત્રી દવાખાને જઇ રહ્યા હતા.

ત્યારે નીલાંબર સર્કલ પાસે એક કારે રાજેશ પરમારના મોપેડને ટક્કર મારતાં તે માતા સાથે ફંગોળાયા હતા. તેમને એમ્બ્યુલન્સ દ્વારા ગોત્રી હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા. તે પછી વધુ સારવાર માટે સવિતાબેનને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જયાં સવિતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.હાલ પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

Advertisment
Read the Next Article

વડોદરા : આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ, યુવકે સરકારી આરોગ્ય કેન્દ્રમાં જ યુવતી પર હુમલો

વડોદરા સાવલીમાં ધોળે દહાડે યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો

New Update
  • આશાવર્કર બહેન પર દુષ્કર્મનો પ્રયાસ

  • સરકારી આરોગ્ય કેન્દ્રમાં બની ઘટના

  • ભાજપના મહિલા હોદ્દેદારના પુત્રી સાથે બની ઘટના

  • આંખમાં ભૂકી નાખી આશાવર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ

  • સાવલી પોલીસે ફરિયાદ દર્જ કરીને તપાસ કરી શરૂ 

Advertisment

વડોદરામાં આશાવર્કર બહેન પર એક નરાધમ યુવક દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટનાએ ચકચાર જગાવી છે. યુવક સરકારી દવાખાનામાં ઘુસી જઈને યુવતી પર મરચાની ભૂકી નાખીને હુમલો કર્યો હતો ,અને કપડા ફાડી નાખી દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હતો.ઘટના અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

વડોદરા જિલ્લાના સાવલીમાં ધોળે દહાડે સરકારી દવાખાનામાં ઘૂસીને આશા વર્કર બહેન સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરવામાં આવ્યો હતો.પીડિતા આશા વર્કર બહેને આરોપ લગાવ્યો હતો કે આરોપી તેમનો પરિચિત છે અને તેમને દુશ્મન ગણે છે. તે વારંવાર આ પ્રકારની હરકતો કરી રહ્યો છે. આરોપી પાનના ગલ્લાની આડમાં બે નંબરી ધંધો ચલાવતો હોવાનો પીડિતાએ આક્ષેપ પણ કર્યો હતો.

સરકારી આરોગ્ય કેન્દ્રમાં ઘૂસીને મહિલાને માર મારીને તેના પર દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કરવાનો યુવક પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે પંથકમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.આ ઘટનામાં પીડિતાને ઈજાઓ પહોંચતા સયાજી હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી હતી. પીડિતા ભાજપની મહિલા કાર્યકર્તાની દીકરી હોવાનું જાણવા મળ્યું છે.હાલ પોલીસે પીડિતાની ફરિયાદને આધારે સાવલી પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment