Connect Gujarat
વડોદરા 

વડોદરા : SSG હોસ્પિટલમાં વિરોધ નોંધાવવા તબીબોએ લીધો યોગનો સહારો, જાણો શું છે માંગણી..!

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

X

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશમાં અનેક જગ્યાએ યોગ કરવામાં આવ્યા હતા, જ્યારે વડોદરા શહેરની એસ.એસ.જી. હોસ્પિટલમાં પણ તબીબો દ્વારા યોગા કરવામાં આવ્યા હતા. પરંતુ તબીબો દ્વારા યોગા કરી અનોખી રીતે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાથે જ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત પેવેલિયન ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તો બીજી તરફ એસ.એસ.જી. હોસ્પિટલમાં તબીબો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઇને વિરોધ ચાલી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી અલગ-અલગ રીતે વિરોધ નોંધાવી રહ્યા છે, ત્યારે આજે તબીબોએ યોગા કરીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. સિનિયર રિસેન્ડીસ બોન્ડે સેવા તરીકે ગણી લેવાની ઉગ્ર માંગ સાથે છેલ્લા 3 દિવસથી વધુ સમય હડતાળ પર ઉતરેલા સરકારી મેડિકલ કોલેજોના પીજી સીનિયર રેસિડેન્ટ ડોક્ટરો અને સરકાર હવે સામ સામે છે.

જોકે, અગાઉ પણ બી.જે.મેડિકલ ખાતે જુનિયર ડોક્ટરોએ ધરણા પ્રદર્શન કરી હવનનો કાર્યક્રમ કર્યો હતો. સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જુનિયર ડોક્ટરોને નોટિસ આપવામાં આવી છે અને રેસિડેન્સીના નિયમો મુજબ તાત્કાલિક ફરજ પર હાજર થવા આદેશ કરાયો છે. નોટિસમાં એવી પણ સૂચના અપાઈ છે કે જો કોઈ રેસિડેન્ટ ડોક્ટર તેમની ફરજ પર હાજર નહીં થાય તો શિસ્તભંગના પગલા ભરાશે અને રેસિડેન્સી સમાપ્ત કરવામાં આવશે. સરકારની આ ટર્મિનેશન નોટિસ છતાં હાલ જુનિયર ડોક્ટરો હડતાળ પાછી ખેંચવાના મૂડમાં નથી. જુનિયર ડોક્ટરો આગળ પણ હડતાળ ચાલુ જ રાખશે, જ્યારે સરકાર પણ નમતુ જોખવા માંગતી નથી. 1 હજારથી વધુ જુનિયર ડોક્ટરોની હડતાળને પગલે આરોગ્ય સેવા ખોરવાઈ રહી છે, ત્યારે સરકારે હોસ્ટિટલોને બહારથી હંગામી મેડિકલ સ્ટાફ મંગાવી લેવા અને વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા આદેશ કરાયો છે.

Next Story