વડોદરા : PM મોદીના આગમન પહેલા જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો...

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે

New Update
વડોદરા : PM મોદીના આગમન પહેલા જ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો...

મોહમ્મદ પયગંબર સામે વિવાદાસ્પદ ટીપ્પણી કરવા બદલ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા સામે વડોદરામાં પણ રોષ જોવા મળ્યો છે, ત્યારે નુપુર શર્માની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે ગોરવા વિસ્તારમાં મુસ્લિમ બિરદારોએ પોસ્ટર સાથે રેલી કાઢી હતી. જોકે, રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો.

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આગામી 18 જૂનના રોજ પીએમ મોદી વડોદરાની પણ મુલાકાત લેવાના છે, ત્યારે આ મુલાકાત પહેલા ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માનો વિરોધ શહેરમાં તેજ બની રહ્યો હોવાનું સામે આવ્યું છે. આજે સવારે વડોદરાના મચ્છી પીઠમાં નવાબવાડા પાસે નુપુર શર્મા અને નવીન જિંદાલના ફોટો પર જૂતાનું નિશાન મારેલા પોસ્ટર રસ્તા પર લગાડવામાં આવ્યા હતા. જે બાદ બપોરે નુપુર શર્માની ધરપકડ કરવાના પોસ્ટર સાથે ગોરવા વિસ્તારમાં મુસ્લિમ બિરાદરો દ્વારા રેલી કાઢવામાં આવી હતી. પરંતુ રેલી શરૂ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો.

વડોદરામાં એક મેસેજ વાયરલ થયો હતો. જેમાં જુમ્માની નમાઝ બાદ વિરોધ માટે એકત્ર થવાનું જણાવવામાં આવ્યું હતું. મેસેજ વાયરલ થતાની સાથે જ વડોદરા પોલીસ કાફલો શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં બંદોબસ્તમાં ગોઠવાઇ ગયો હતો. અને કોઇપણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને તે માટે પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેવામાં ગોરવા અને તાંદલજા વિસ્તારમાં નુપુર શર્માનો વિરોધ કરવા માટે રેલીનું આયોજન કરવા લોકો એકત્ર થયા હતા. ગોરવા વિસ્તારમાં લોકો એકત્ર થતા જ પોલીસે સ્થળ પર પહોંચીને સમજાવટનો દોર શરૂ કર્યો હતો, ત્યારે શહેરમાં નુપુર શર્માનો વિરોધ તેજ બન્યો છે. જે હાલ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.