વડોદરા: પિતા-પુત્રએ રૂપિયા 60 હજારની લેતીદેતીમાં પાડોશીની કરી હત્યા

વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી.

New Update
વડોદરા: પિતા-પુત્રએ રૂપિયા 60 હજારની લેતીદેતીમાં પાડોશીની કરી હત્યા
Advertisment

વડોદરાના છાણી વિસ્તારમાંથી યુવાનનો મૃતદેહ મળી આવવાના મામલામાં પોલીસે પિતા પુત્ર સહિત 3 આરોપીની ધરપકડ કરી હતી. રૂપિયા 60 હજારની લેતીદેતીમાં યુવાનની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે.

Advertisment

વડોદરાના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટની પાછળ આવેલા ખેતરમાં કામ કરતા શ્રમજીવી ગુરુવારે બપોરના સમયે ખેતરે કામ કરવા પહોંત્યા હતા ત્યારે ખેતરની પહેલા ખુલ્લી જગ્યામાં માટી નીચે યુવકના પગ દેખાઈ આવતા તેમણે પોતાના માલિકને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં યુવકની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરાઈ છે તેવા તારણ સાથે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળેથી કટર, મૃતકના ચપ્પલ અને મૃતકના બાઈકની ચાવી કબ્જે કર્યા હતા. મૃતકની ઓળખ મોહમંદ હનીફ શરીફ શેખ તરીકે થઈ હતી.બીજી તરફ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી મોંહમદ ઝાકીર નિઝામુદ્દીન શેખને હાથીખાના વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો.પોલીસ પૂછપરછમાં ઝાકીરે જણાવ્યું હતું, રાત્રીના 9 વાગ્યાના અરસામાં તેનો પુત્ર હુસેન અને તેનો મિત્ર અયાસ શેખ ઘટના સ્થળે પહેલેથી જ હાજર હતા અને તે હનીફને લઈને ત્યાં પહોંચ્યો હતો . તેઓની વચ્ચે 60 હજાર રૂપિયાને લઈને પહેલા બોલાચાલી થઈ હતી.આ બાદ ઝઘડો વધુ થતાં હુસેન અને અયાસે હનીફને બંને બાજૂથી પકડી રાખ્યો હતો અને ઝાકીરે કટર વડે હનીફને ગળાના ભાગે તીક્ષ્ણ ઘા માર્યા પછી ત્યાંથી ભાગી ગયા હતા. પોલીસને તપાસમાં હનીફના ગળામાં પહેરેલી સોનાની ચેઈન અને હાથમાં પહેરેલી ત્રણ સોનીન વીંટીઓ ન મળી આવતા પોલીસે આ બાબતે હત્યા સાથે લૂંટનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલમાં ઝાકીર શેખ અને હુસેન શેખની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી હતી.