-
વડોદરા બંસલ મોલમાં લાગી આગ
-
પિત્ઝા શોપમાં આગથી મચી દોડધામ
-
આગની ઘટનામાં બિલ્ડિંગના કાચ પણ તૂટ્યા
-
ફાયર બ્રિગેડે આગ પર ચલાવ્યો પાણી મારો
-
ભારે જહેમત બાદ આગ પર મેળવાયો કાબુ
વડોદરા શહેરના સમા-સાવલી રોડ પર આવેલા બંસલ મોલની પિત્ઝા શોપમાં આજે સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.
વડોદરા શહેરના સમા સાવલી રોડને અડીને આવેલ બંસલ મોલની પિત્ઝા શોપમાં અચાનક આગ લાગી હતી,સર્જાયેલી ઘટનાને પગલે ભારે અફરા તફરીનો માહોલ સર્જાઈ ગયો હતો,જોકે આગની ઘટનામાં પિત્ઝા શોપની ફાયર સિસ્ટમ બંધ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.જ્યારે ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર ટેન્ડર સાથે લાશ્કરો દોડી આવીને આગ પર પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
વધુમાં ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી કૂલિંગની પ્રક્રિયા હાથ ધરી હતી.આગની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી.સવારનો સમય હોવાથી મોટી જાનહાની ટળી હતી.ભીષણ આગના કારણે બિલ્ડિંગના કાચ ધડાકા સાથે તૂટી ગયા હતા.