વડોદરા : કારેલીબાગ વિસ્તારની દુકાનમાં આગ ફાટી નીકળતા નાસભાગ, ફાયર ફાઇટરો દોડ્યા...

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ એક દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી.

New Update

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ મુક્તાનંદ ચાર રસ્તા નજીક આમલેટની દુકાનમાં આચન ભીષણ આગ ફાટી નીકળી હતા. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. જોકે, દુકાનની બાજુમાં આવેલ વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે, ત્યારે બનાવની જાણ થતાં જ વડોદરા પાલિકાના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. તો બીજી તરફ દુકાન બળીને ખાખ થઈ જતાં લાખો રૂપિયાનું નુકશાન થવાની પણ શક્યતા વર્તાય રહી છે.