વડોદરા: 6થી વધુ વાહનોમાં આગ ફાટી નિકળતા દોડધામ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી.

New Update
વડોદરા: 6થી વધુ વાહનોમાં આગ ફાટી નિકળતા દોડધામ,ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ

વડોદરાના ચોખંડી વિસ્તારમાં પાર્ક કરેલી અડધો ડઝન બાઇક વહેલી પરોઢીયે આગમાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાયટરોએ ઘટના સ્થળે આવી આગ પર કાબૂ મેળવ્યો હતો વડોદરાના ચોખંડી વિસ્તારમાં નાની શાક માર્કેટ વિસ્તારમાં દાલિયાવાડી નજીક આવેલા એક કોપ્લેક્ષની બહાર પાર્ક કરેલી બાઇકમાં આગ લાગી હતી. ફાયર બ્રિગેડને બનાવની અંગેની જાણ કરવામાં આવી હતી જેના પગલે લાશ્કરોએ પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ લાગવાના બનાવથી સ્થાનીક રહીશો ડઘાઇ ગયા હતા.

આગ લાગવા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાથી ચાર મોટરસાયકલ અને બે સ્કૂટરને નુકસાન થયું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લઈ વધુ નુકસાન અટકાવ્યું હતું. કોઈ ટીકળખોરે અટકચાળુ કર્યું છે કે પછી અંગત અદવાતે વાહનોમાં આગચંપી કરવામાં છે કે કેમ એ અંગેની પોલીસે તપાસ હાથ ધરી છે