વડોદરા : સરકારી કચેરીના દરવાજે બેલમાં આગ લાગતાં ફાયર વિભાગનું “હાસ્યાસ્પદ” ડિંગડોંગ, કલાકો બાદ કોલ મળતા કચેરીમાં કરી મુકી દોડાદોડી...

વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી.

New Update
  • મહાનગરપાલિકા કચેરીમાં બની હતી આગ લાગવાની ઘટના

  • સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસ બહાર બેલમાં આગ લાગી

  • 3 કલાક બાદ કોલ મળતા ફાયરની ટીમ કચેરીએ દોડી આવી

  • અગ્નિશામકો લઈને દોડાદોડી કરી મુકતા હાસ્યાસ્પદ કામગીરી

  • કલાકો બાદ ફાયર વિભાગને કોલ કોણે આપ્યો તે તપાસનો વિષય

વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર લાગેલા બેલમાં અચાનક આગ ફાટી નીકળી હતી. જોકે, 3 કલાક બાદ કોલ મળતા ફાયર વિભાગની ટીમે કચેરીમાં દોડાદોડી કરી મુકી હતી.

વડોદરા મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના ચેરમેનની ઓફિસની બહાર જ આગનું છમકલું થયું હતું. ઓફિસની બહાર ડોરબેલ મુકવામાં આવ્યો હતોત્યાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. જોકેમહાનગરપાલિકાના કર્મચારીઓએ આ આગ ઉપર ગણતરીની મિનિટોમાં કાબૂ મેળવી લીધો હતો. પરંતુ હાસ્યાસ્પદ બાબત એ હતી કેઆ અંગેનો વડોદરા મહાનગરપાલિકાની જ ફાયર વિભાગની ટીમને 3 કલાક બાદ કોલ મળ્યો અને 3 કલાક બાદ આ ટીમ સ્થળ પર દોડી આવી હતીજોકેફાયર વિભાગની ટીમ જ્યારે સ્થળ પર આવીત્યારે આગ કાબૂમાં આવી ગઈ હતી. પરંતુ 3 કલાક બાદ આ કોલ ફાયર વિભાગને કોણે આપ્યો તે પણ તપાસનો વિષય બન્યો છે.

Latest Stories