વડોદરા: લગ્ન પ્રસંગ નિમીત્તે ગજરાજ ઉપર નીકળેલા વરઘોડામાં હવામાં કરવામાં આવ્યું ફાયરિંગ,પોલીસે 2 લોકોની કરી અટકાયત

દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો

New Update
વડોદરા: લગ્ન પ્રસંગ નિમીત્તે ગજરાજ ઉપર નીકળેલા વરઘોડામાં હવામાં કરવામાં આવ્યું ફાયરિંગ,પોલીસે 2 લોકોની કરી અટકાયત

વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગ નિમીત્તે ગજરાજ ઉપર નીકળેલા વરઘોડામાં જિલ્લા ભાજપાના ઉપપ્રમુખ સહિત ચાર વ્યક્તિઓ દ્વારા હવામાં ફાયરીંગ કરવામાં આવ્યું હતું.આ મામલે પોલીસ દ્વારા બે લોકોની અટકાયત કરવામાં આવી છે

Advertisment

વડોદરા નજીક આવેલા દરબાર ગઢ ભાગ-2માં રહેતા ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યુવરાજસિંહનોતા. 9 મેના રોજ લગ્ન પ્રસંગ નિમીત્તે રાત્રે ગજરાજ ઉપર વરઘોડો નીકળ્યો હતો.આ વરઘોડામાં હરપાલસિંહ ગોહિલ,યોગપાલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલે વરઘોડામાં જોડાયેલા લોકોની પરવા કર્યા વિના હવામાં ફાયરીંગ કર્યા હતા. અને લોકોને ભયના ઓથાર નીચે લાવી દીધા હતા.આ મામલામાં હાલ પોલીસે જિલ્લા ભાજપા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ, હરપાલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રોગતિમાન કર્યા હતા. દરમિયાન પોલીસે ચાર પૈકી હરપાલસિંહ ગોહિલ ઘનશ્યામસિંહ ગોહિલની ધરપકડ કરી હતી. જ્યારે જિલ્લા ભાજપા ઉપપ્રમુખ યોગપાલસિંહ ગોહિલ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.


Advertisment