વડોદરા:પૂર બાદ ભાજપમાં જ ઉકળતો ચરુ,ભૂખી કાંસ પર દબાણના કારણે પૂર આવ્યું:ભાણજી પટેલ

વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,

New Update

વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,જેના કારણે ભાજપમાં પણ ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે. 

વડોદરામાં વિશ્વામિત્રી નદીના પૂરે ભારે તારાજી સર્જી હતી,અને ટાઉન પ્લાનિંગનો અભાવ અને ફ્લડ પ્લેન ઝોનમાં બાંધકામને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ હોવાના આક્ષેપો શહેરીજનો કરી રહ્યા છે,પરંતુ હવે ખુદ ભાજપના જ વોર્ડ 2 ના કોર્પોરેટર ભાણજી પટેલે પણ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો,અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પોતાનો બળાપો ઠાલવ્યો હતો,અને જણાવ્યું હતું કે ભૂખી કાંસ પરના દબાણને કારણે તેઓના વિસ્તારમાં પૂર આવ્યું હોવાના આક્ષેપ તેઓએ કર્યા હતા,વધુમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને પણ જાહેરમાં લોકોની માફી માંગવા અનુરોધ કર્યો હતો.તેમજ વરસાદી કાંસ અને વિશ્વામિત્રી નદી પરના દબાણો તોડવા માટે પણ જણાવ્યુ હતુ.
#CGNews #Vadodara Flood #BJP #Protest #Gujarat #Vadodara #VMC
Here are a few more articles:
Read the Next Article