વડોદરા: ગુજરાતના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ પુરૂષોત્તમ મુરજાણીએ અંતિમ પત્ર લખીને કર્યો આપઘાત

આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો

New Update

વડોદરામાં આત્મહત્યાની ચકચારી ઘટના

કન્ઝ્યુમર એક્ટિવિસ્ટે પોતાના લમણે ગોળીમારી કર્યો આપઘાત

1330 શબ્દોમાં લખેલી સ્યુસાઇટ નોટ વોટ્સમાં કરી શેર

માનેલી દીકરી અને તેની માતાના ત્રાસથી ભર્યું અંતિમ પગલું

પોલીસ દ્વારા સ્યુસાઇટ નોટને આધારે શરૂ કરી તપાસ

વડોદરાના જાણીતા કન્ઝ્યુમર એક્ટિવિસ્ટ અને ધાર્મિક અગ્રણી પુરૂષોત્તમ મૂરજાણીએ શુક્રવારે પોતાના  બંગલામાં જ પોતાની જ રિવોલ્વોરથી ગોળી છોડીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે.તેમણે અંતિમ પગલું ભરતા પહેલા અંતિમ પત્ર પણ લખ્યો હતો.

વડોદરા શહેરમાં લાંબા સમયથી અનેક ગ્રાહકોને ન્યાય અપાવનાર અને ગ્રાહક સુરક્ષાના એક્ટીવીસ્ટ પુરુષોત્તમ મુરજાણીએ પોતાની રિવોલ્વરથી લમણે ગોળી મારી આત્મહત્યા કરી હોવાની ચકચાર ઘટના બની છે.

જોકે આત્મહત્યા કરતા પહેલા તેમણે એક સ્યૂસાઇડ નોટ લખી હતી.જેમાં તેમની માનેલી દીકરી કોમલ સિકલીગર અને તેની માતા સંગીતા સીકલીગરના અતિશય ત્રાસથી કંટાળી તેમણે અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.

અંતિમ પગલું ભરતા પહેલા તેમણે 1330 શબ્દોમાં સ્યુસાઇડ નોટ લખી હતી,જેમાં તેઓએ લખ્યું હતું કે, શહેરના ચકચારી કેસ જેમાં સી.એ અશોક જૈન અને બિલ્ડર નવલ ઠક્કરની જેવી હાલત કરી તેવી હાલત કરવાની માનેલી દીકરી અને તેની માતા દ્વારા ધમકી આપવામાં આવી હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. આ ઉપરાંત તેઓએ ચોંકાવનારી બાબતોનો ઉલ્લેખ સ્યુસાઇટ નોટમાં કર્યો છે.

આ ઘટના અંદાજીત રાતના સાડા નવથી દસ વાગ્યાની વચ્ચે વાઘોડીયા રોડ સ્થિત નારાયણ ડુપ્લેક્ષ ખાતે તેમના નિવાસ સ્થાને બની હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે.સમગ્ર ઘટના અંગે પોલીસ દ્વારા સ્થળ તપાસ તેમજ સ્યુસાઇટ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.