/connect-gujarat/media/post_banners/c3b8810a4987e8b863109b6fc729d6ed7e19a49f0e34ae7c0d1b1840f4e7bc69.jpg)
વડોદરા કોર્પોરેશન હસ્તકના માંજલપુર સ્મશાનમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ, ઇન્જેકશનો તથા દારૂની ખાલી બોટલ મળી આવતા પાલિકાના વિપક્ષી નેતાએ બેદરકારી દાખવનાર સિક્યુરિટી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરી લોકોની સલામતી જળવાય તે માટે તમામ જાહેર સ્થળના સીસીટીવી મોનિટરિંગની માંગ કરી છે.
વડોદરા મહાનગર પાલિકાના વિપક્ષી નેતા અમી રાવતે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને રજૂઆત કરી હતી કે શહેરના માંજલપુર ખાતે વડોદરા મહાનગરપાલિકા હસ્તકનુ સ્મશાન છે. સ્મશાનગૃહોમાં કોઇ અસામાજીક પ્રવૃત્તિઓ ન થાય તે માટે શહેરના સ્મશાનોમાં ખાનગી સીકયુરીટી ઘ્વારા સીકયુરીટી ગાર્ડ મુકવામાં આવે છે. માહિતી મળ્યા મુજબ માંજલપુર સ્મશાન ગૃહમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ, ઇન્જેકશનો, સીરીન્જ તથા દારૂની બોટલો મળી આવી છે. જે આ સ્મશાનગૃહમાં કેટલાય સમયથી આ રીતની અસામાજીક પ્રવૃત્તિઓનુ દુષણ ચાલી રહયુ હોવાની સાબિતી આપે છે. સીકયુરીટી ગાર્ડની કામગીરી સ્માશાન ગૃહની દેખરેખ રાખવી કે કોઇ અસામાજીક પ્રવૃત્તિઓ ન થાય તે જોવાની હોય છે. પરંતુ, માંજલપુર સ્મશાન ગૃહની અંદરથી મોટા પ્રમાણમાં મળી આવેલ ડ્રગ્સ, ઇન્જેકશનો તથા દારૂની બોટલ મળવાથી સાબીત થાય છે કે આમા સીકયુરીટીએ ગંભીર બેદરકારી દાખવી છે. સરકારી જાહેર સ્થળોએ આ રીતની સીકયુરીટી લેપ્સના કારણે નાગરીકોની સુરક્ષા જોખમાય છે. જેથી તકેદારીના ભાગરૂપે માંજલપુર સ્મશાન સહીત તમામ સ્મશાન ગૃહોની અને કોર્પોરેશન સંચાલિત તમામ જાહેર સ્થળોની તટસ્થ તપાસ કરવામાં આવે અને કોર્પોરેશન ઘ્વારા આ૫વામાં આવેલ સીકયુરીટીના કોન્ટ્રાકટને રદ્ કરી તેને કાયમી ઘોરણે બ્લેકલીસ્ટ કરવા સાથે આ બાબતમાં કસુરવાર સામે કાયદાકીય કાર્યવાહી કરી દંડાત્મક પગલાં ભરવામાં આવે. તેમજ તમામ જાહેર સ્થળોએ સીસીટીવી કેમેરાથી સીસીસી સેન્ટરમાં સીકયુરીટી મોનીટરીંગ કરવા અને કોર્પોરેશન હસ્તકના સ્મશાનગૃહોમાં 24 ક્લાક સીકયુરીટી વ્યવસ્થા થાય તેવી સુવિઘા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે