New Update
15મી ઓગસ્ટના રોજ સ્વતંત્રતા પર્વની ઉજવણી, વડોદરા રેલવે સ્ટેશન પર ચેકીંગ હાથ ધરાયુ, બૉમ્બ સ્ક્વોડ પણ ચેકીંગમાં જોડાયું
રાષ્ટ્રીય પર્વ 15 ઓગસ્ટને ધ્યાનમાં રાખીને વડોદરા રેલવે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે ત્યારે રાષ્ટ્રીય પર્વને ધ્યાને લઇ વડોદરામાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે.
વડોદરા રેલવે સ્ટેશન પર બોમ્બ સ્ક્વોડ, એસ.ઓ.જી અને રેલવે પોલીસે પ્લેટફોર્મ નંબર એક અને રેલવે યાર્ડ તથા અન્ય સ્થળોએ સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. પોલીસ દ્વારા મુસાફરોના સામાનના ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી. જોકે કોઈપણ વાંધાજનક વસ્તુઓ મળી આવી ન હતી...
Latest Stories