Connect Gujarat
વડોદરા 

વડોદરા : કરજણ એસટી. બસ ડેપો ખાતે બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચનું હલ્લાબોલ...

કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

X

વડોદરા જિલ્લાના કરજણ એસટી. બસ ડેપો ખાતે વિદ્યાર્થીઓને બસ સુવિધાની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો.

વડોદરા જિલ્લાના કરજણ એસટી. બસ ડેપો ખાતે એકત્ર થયેલા મૂળ નિવાસી એકતા મંચના સદસ્યો તેમજ વિદ્યાર્થીઓએ બસ સુવિધાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી વાતવરણ ગજવી મુક્યું હતું. પરા ગામથી કરજણ સુધી બસનો રૂટ મોટો હોવાના કારણે બસમાં જગ્યાનો અભાવ હોવાના આક્ષેપ થયા છે. એસટી. બસમાં જગ્યાના અભાવના કારણે વિદ્યાર્થીઓના ભણતર પર માઠી અસર પડતી હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. વિદ્યાર્થીઓ માટે વડોદરા-ડાકોર-વિરપુર જતી એકમાત્ર એસટી. બસ હોવાનું તેઓએ જણાવ્યું હતુ. પરા ગામથી મેથી શાળા સુધી આવતા અનેક ગામના વિદ્યાર્થીઓએ બસની સુવિધાથી વંચિત હોવાના આક્ષેપો કર્યા હતા. બસનો પાસ વિદ્યાર્થી પાસે હોવા છતાં પણ વિદ્યાર્થીઓને સ્કૂલે જવા માટે નાણા ખર્ચીને પ્રાઇવેટ સાધનમાં જવું પડે છે. સમગ્ર મામલે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા હલ્લાબોલ કાર્યક્રમ યોજી વિદ્યાર્થીઓના હિતમાં વધુ એક બસ શરૂ કરવા માટે રજૂઆત કરાય હતી. તો બીજી તરફ, એસટી. ડેપો મેનેજરે ટૂંક સમયમાં જ વધુ એક બસ શરૂ કરવાની બાહેધરી આપી હતી.

Next Story