વડોદરા: કરણી સેનાના સુખદેવ સિંહ ગોગામેડી હત્યા મામલે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન,કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડી હત્યા મામલે વડોદરા ખાતે કરણી સેના મેદાને પડી છે. વડોદરા કરણીસેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

New Update

Advertisment W3.CSS

જયપુરમાં કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ ગોગામેડીની નિર્મમ હત્યા કરવામાં આવી હતી મહેમાનના સ્વાંગમાં આવેલા હત્યારા હોય બેરહમી પૂર્વક ગોળીઓ ધરબી દઈ મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ મામલામાં વડોદરા કરણીસેના હવે વિરોધના મૂડમાં આવી ગઈ છે કરણી સેના દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને હત્યારા ને કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કરણીસેના , રાજપૂત સમાજ , તેમજ વિવિધ સંગઠનો દ્વારા આવેદન આપવામાં આવ્યું. આગેવાનો દ્વારા હત્યાની ઘટના બની તેવી જ સજા આરોપીઓને આપવા માંગ કરવામાં આવી છે. આ ગેંગ ઘણા સમયથી દેશમાં હત્યાની ઘટનાને અંજામ આપી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ આખી ગેંગ નો ખાતમો બોલાવવાની માંગ કરાઇ છે. કરણી સેના દ્વારા ઇંટનો જવાબ પથ્થરથી આપવામાં આવશે તેઓ પણ હુંકાર કરવામાં આવ્યો હતો.