Connect Gujarat
વડોદરા 

વડોદરા : વલણ ગામની માંકણ-ડિસ્તી નહેરમાં પાણીનો અભાવ, ધરતીપુત્રોને હાલાકી...

નહેરમાં સાફ સફાઇ નહીં થતી હોવાના કારણે પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો

X

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ ગામ નજીક આવેલ માંકણ-ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જોકે, નહેરમાં સાફ સફાઇ નહીં થતી હોવાના કારણે પાણી ન આવતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો. કરજણ તાલુકાના વલણ ગામની સીમમાંથી પસાર થતી માંકણ ડિસ્તી નહેરમાં પાણીના અભાવે ધરતીપુત્રોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આ નહેરમાં ઉગેલા ઝાડી ઝાંખરા અને એક જગ્યાએ ગાબડું પડ્યુ હોવાનું પણ નજરે પડ્યું હતું.

પાણી નહીં મળતા ખેડૂતોનો મહામૂલો પાક નિષ્ફળ જવાની ભિતી સેવાઈ રહી છે. સીઝન દરમ્યાન હજુ સુધી નહેરમાં પાણી આવ્યું જ નથી, જેના કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા સેવાઈ રહી છે, ત્યારે નહેરમાં પાણી છોડવા બાબતે ખેડૂતોએ સંબંધિત અધિકારીઓને પણ રજૂઆત કરી છે. તેમ છતાં આજદિન સુધી કોઈપણ અધિકારીએ આ બાબતે ધ્યાન આપ્યું નહીં હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. પાણીના અભાવે કપાસ, શેરડી અને તુવેરનો પાક નિષ્ફળ જવાની પણ ખેડૂતોએ ભીતિ દર્શાવી છે. તો નહેર ખાતા દ્વારા નહેરનું સમારકામ હાથ ધરી નહેરમાં પાણી છોડવામાં આવે તે માટે ખેડૂતો દ્વારા પ્રબળ માંગ ઉઠવા પામી છે.

Next Story