વડોદરા: સાવલીમાં ગ્રીન પ્લાય કંપની સામે પ્રદૂષણના મુદ્દે સ્થાનિકોનો ઘેરાવો,જીપીસીબીએ શરૂ કરી તપાસ

વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.

New Update

સાવલીની ગ્રીન પ્લાય કંપની સામે લોકોમાં રોષ 

કંપની દૂષિત પાણી છોડતા હોવાનો ગામ લોકોનો આક્ષેપ

કંપનીનું દૂષિત પાણી સીમમાં છોડાતા ખેતીને ભારે નુકસાન

કંપનીનું દૂષિત પાણી પીવાથી પશુઓના થયા મોત

જીપીસીબી દ્વારા દુષિત પાણીના સેમ્પલ લઇ પૃથક્કરણ માટે મોકલી આપ્યા

વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપ પણ સ્થાનિકોએ કર્યા હતા.
વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે,કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા ખેતીના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યો હતો.અને પ્રદુષિત પાણી પીવાથી પશુઓના પણ મોત નિપજ્યા હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.ગામના લોકોએ કંપનીનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો,અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આ અંગેની જાણ કરી હતી,GPCBના આધિકારીઓ દ્વારા દુષિત પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા,વધુમાં સ્થાનિક લોકોએ કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. 
#Gujarat #CGNews #Vadodara #Protest #pollution #Savli #Locals #Company
Here are a few more articles:
Read the Next Article