વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

વડોદરામાં ભર ઉનાળે પાણીનો કકળાટ ફતેપુરા વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકોમાં રોષ થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

New Update
વડોદરા: ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકોમાં રોષ,થાળી વેલણ વગાડી નોંધાવ્યો વિરોધ

વડોદરાના ફતેપુરા પાંજરીગર મહોલ્લામાં લોકોને છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ મારતુ કાળા કલરનું પાણી મળતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મહિલાઓએ આક્રોશ સાથે થાળી વેલણ વગાડી નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.

Advertisment

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના પાંજરીગર મોહલ્લામાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી દૂષિત મળતા સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠયો હતો. અને થાળી વેલણ વગાડી નિંદ્રાધીન તંત્રની આંખો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિકોએ જણાવ્યું હતું કે છેલ્લા પંદર દિવસથી દૂષિત પાણી મળી રહ્યું છે તેનો ઉપયોગ કરવાથી બાળકો બીમાર થાય છે. મોંઘવારીના સમયમાં પાણી વેચાણથી ખરીદવું પોસાય તેમ નથી.અન્ય એક સ્થાનિક મહિલાના આક્ષેપ અનુસાર સમયસર વેરો ભરવા છતાં વડોદરા કોર્પોરેશન દૂષિત પાણી વિતરણ કરી રહ્યું છે . પરિણામે વિસ્તારમાં બીમારીનો વાવર છે અધિકારીઓ પદાધિકારીઓ અનેક રજૂઆતો છતાં વિસ્તારમાં જોવા પણ ન આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે

Advertisment
Latest Stories