Connect Gujarat
વડોદરા 

વડોદરા : રેલ્વે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે યુવાઓને પાક્કી નોકરીના નિયુક્તિ પત્રો એનાયત કરાયા…

PM નરેન્દ્ર મોદીએ આજરોજ ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડોદરા ખાતે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

X

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજરોજ ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં વડોદરા ખાતે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશના હસ્તે ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોંફરન્સના માધ્યમથી ત્રીજા રોજગાર મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં દેશભરમાંથી 71 હજાર ઉમેદવારોને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં પ્રધાનમંત્રીએ દેશના વિવિધ રાજ્યોના ઉમેદવારો સાથે વાતચીત કરી હતી, અને તમામને શુભકામનાઓ પાઠવી હતી. રોજગાર મેળાના ઉદઘાટન અંતર્ગત વડોદરાના એફ.જી.આઈ (ફેડરેશન ઓફ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ) ઓડિટોરિયમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશ, વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, જીએસટીના પ્રિન્સીપાલ સેક્રેટરી અજય કુમાર ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે જી.એસ.ટી., ઇન્કમટેક્સ, રેલવે, ટેકસટાઇલ, નરસિંગ સહિતના વિભાગો માટે વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા 126 ઉમેદવારોને નિમણુંક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે રેલવે રાજ્ય મંત્રી દર્શના જરદોશે બુલેટ ટ્રેન અંગે વાત કરતાં જણાવ્યુ હતું કે, દેશમાં સૌથી વધુ રાજનીતિ થઈ, પરંતુ ગુજરાતની ડબલ એન્જીન સરકાર અને મહારાષ્ટ્ર સરકાર મળીને જલ્દીથી બુલેટ ટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરશે.

Next Story