વડોદરા : ફરી એકવાર ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો

વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું.

New Update

શહેરમાંથી હાલ ઓસરી ગયા છે પૂરના પાણી

અનેક પૂરગ્રસ્તોને કેશડોલની સહાય નથી મળી

વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

નગરસેવક અને ધારાસભ્યનો ઘેરાવો કરાયો

ભારે હોબાળો મચાવી સહાય ચૂકવવા માંગ કરી

વડોદરા શહેરમાં પૂરના પાણી ઓસરી ગયા હોવા છતાં અનેક અસરગ્રસ્તોને હજુ સુધી કેશડોલ સહાય મળી નથીત્યારે શહેરના વોર્ડ નં. 5ના સ્થાનિકોએ નગરસેવક નૈતિક શાહ અને ધારાસભ્ય મનીષા વકીલનો ઘેરાવો કરી ભારે હોબાળો મચાવ્યો હતો.

તાજેતરમાં જ વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ભારે પૂર આવ્યું હતું. પૂરના કારણે નદી કિનારે નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે નુકશાન પહોંચ્યું હતું. સરકાર દ્વારા અસરગ્રસ્તોને નિયમ મુજબ કેશડોલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વોર્ડ નં. 5ના વિવિધ વિસ્તારમાં આજદિન સુધી કેશડોલ સહાય ન મળતા લોકો રોષે ભરાય હોબાળો મચાવ્યો હતો. જેમાં વોર્ડ નં. 5ના નગરસેવક નૈતિક શાહ સર્વે માટે કિશનવાડી વિસ્તારમાં પહોચતા સ્થાનિકોએ તેઓનો ઘેરાવો કરી બળાપો ઠાલવ્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય મનીષા વકીલ પણ સ્થાનિકોના રોષનો ભોગ બન્યા હતા. આ સાથે જ અમુક જ વિસ્તારમાં સર્વે કરવામાં આવ્યો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કેશહેરમાં પૂરની પરિસ્થિતી બાદ હવે સર્વે મામલે ભાજપના નેતાઓ લોકોના રોષનો ભોગ બની રહ્યા છે.

#Gujarat #CGNews #Vadodara #Protest #Locals #Manisha Vakil #Vadodara Flood
Here are a few more articles:
Read the Next Article