Connect Gujarat
વડોદરા 

વડોદરા: મહાનગર પાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશનો પ્રારંભ,વેપારીઓ સાથે ઘર્ષણના દ્રશ્યો

વડોદરા મ.ન.પા.દ્વારા દબાણ હટાવો ઝુંબેશ ખાસવાડી સ્મશાનથી શરૂઆત રસ્તા પર નડતરરૂપ વાહનો તથા ભંગાર જપ્ત

X

વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજથી ગેરકાયદે દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં સૌપ્રથમ જૂની આરાધના ટોકીઝ થી લઈને બહુચરાજી સ્મશાન થઈ નાગરવાડા બ્રિજ સુધીના દબાણ હટાવવાની શરૂઆત કરતાં સ્થાનિક વેપારી અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્યસભામાં ગેરકાયદે લારી ગલ્લા અને વિવિધ વિસ્તારોમાં રસ્તાની જમીનો પર દબાણ કરી લેતા વેપારીઓ સામે ભાજપ પક્ષના નેતા,દંડક અને તમામ કોર્પોરેટરે રજૂઆત કરી હતી.

આ બાબતને ધ્યાનમાં રાખી આજે રજાના દિવસે પણ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાએ પોલીસની મદદ લઈને જૂની આરાધના ટોકીઝથી બહુચરાજી સ્મશાન તેમજ નાગરવાડા બ્રિજ સુધીના ગેરકાયદે દબાણો હટાવવાની શરૂઆત કરી હતી.આ કામગીરી શરૂ થતાં સમયે કેટલાક વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી પરંતુ પોલીસની દરમિયાનગીરીથી કામગીરી ચાલુ રાખવામાં આવી હતી..

જેમાં દબાણ શાખાની ટીમે ૫ વાહનો, ત્રણ મોટર સાયકલ એક સામાન ભરેલો ટેમ્પો જપ્ત કર્યો હતો તેમજ ત્રણ ટ્રક ભરી રસ્તા પર પડેલા ભંગાર અને અન્ય સામાનનો જથ્થો જપ્ત કર્યો હતો. દબાણ શાખાની ટીમ દ્વારા ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરવા મેયર કેયૂર રોકડિયા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સ્થાયી સમિતિ અધ્યક્ષ હિતેન્દ્ર પટેલ તથા કેટલાક કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા હતા.

Next Story