વડોદરા મહાનગરપાલિકા દ્વારા માંજલપુર સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું....
રાજયમાં છેલ્લા ઘણા વર્ષોથી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત લાભાર્થીઓને એક જ સ્થળેથી વિવિધ સેવાઓનો લાભ મળી રહેતો હોય છે. આ કાર્યક્રમ થકી લોકોને જરૂરી પ્રમાણપત્રો અને સરકારી યોજનાઓનો લાભ એક જ જગ્યાએથી મળતો હોવાથી તેમને સરકારી કચેરીઓના ધકકા ખાવાની ઝંઝટમાંથી મુકિત મળી છે. કોરોનાની મહામારી બાદ ફરીથી સેવા સેતુ કાર્યક્રમો શરૂ કરાયાં છે. વડોદરા મહાનગર પાલિકા તરફથી માંજલપુરના સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે સાતમા તબકકાનો સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
માંજલપુર તથા આસપાસના વિસ્તારના લાભાર્થીઓ મોટી સંખ્યામાં સેવા સેતુ કાર્યક્રમમાં ઉમટી પડયાં હતાં. લાભાર્થીઓની સુવિધા માટે અલગ અલગ કાઉન્ટર બનાવવામાં આવ્યાં હતાં. વડોદરાના મ્યુનિસિપલ કમિશ્નર શાલીની અગ્રવાલ, સ્થાયી સમિતિના ચેરમેન ડૉ. હિતેન્દ્ર પટેલ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજર રહી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું.