વડોદરા : મનપા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંવેદનશીલ વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણોને દૂર કરાયા...

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

New Update
  • શહેરના સંવેદનશીલ વિસ્તારમાં મનપા દ્વારા કાર્યવાહી

  • પાણીગેટથી મહાવીર ચાર રસ્તા સુધી દબાણનો મામલો

  • રોડ-રસ્તા પર કરવામાં આવ્યા હતા ગેરકાયદે દબાણો

  • ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી દબાણો દૂર કરાયા

  • લોકોના ટોળાં ઉમટી પડતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા પર કરવામાં આવેલા ગેરકાયદેસરના દબાણોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર પાણીગેટથી મહાવીર હોલ ચાર રસ્તા સુધી રોડ-રસ્તા અને ફૂટપાથ પરના હંગામી કાચા-પાકા દબાણો તેમજ દુકાનને નિર્દેશિત અને લોખંડની ફ્રેમના બેનરો સહિત લોખંડના ગર્ડર પર લગાવાયેલા દુકાનની જાહેરાતના બોર્ડ તથા અસંખ્ય લારી-ગલ્લા પથારાના દબાણોને પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતાત્યારે તમાશો જોવા ઉમટેલા લોકોના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ ફરજ પરના પોલીસ જવાનોએ મામલો સંભાળી લીધો હતો. દબાણ શાખાની કાર્યવાહી દરમિયાન કેટલીય જગ્યાએ ઘર્ષણ જેવા દ્રશ્યો પણ સર્જાતા પોલીસે રોક્યા હતા.

આમ પાલિકાની દબાણ હટાવોની કામગીરી આજે પણ સતત ચાલી હતી. જોકેપાલિકા તંત્રની કામગીરી જોઈ આયુર્વેદિક ત્રણ રસ્તા આસપાસથી કેટલાય લારી ગલ્લાના દબાણો લોકોએ સ્વેચ્છાએ હટાવી લીધા હતા. આ કાર્યવાહી દરમિયાન 2 ટ્રેક્ટર જેટલા લારી-ગલ્લાહોર્ડિંગો તેમજ ગર્ડરો-લોખંડની ફ્રેમો સહિત 2 ટ્રક જેટલો માલ સામાન જપ્ત કરી સ્ટોરમાં જમા કરાવવાની કાર્યવાહી કરાય હતી. તંત્ર દ્વારા દબાણની બંન્ને ટીમઢોર શાખાની ટીમ વોર્ડ નં. 5 અને 15નો સ્ટાફ તેમજ પાણીગેટ પોલીસ કાફલો ઉપસ્થિત રહ્યો હતો.

Latest Stories