-
નવાપુરાના મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ
-
દબાણમાં પહોચેલી પાલિકાની ટીમ સાથે લોકોની રકઝક
-
મારામારી થઈ હોવાની વાતો સામે આવતા પોલીસ દોડી
-
મહેબુબપુરા વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ખડકી દેવાયા
-
પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી કરાય
વડોદરા શહેરના નવાપુરા-મહેબુબપુરા વિસ્તારમાં દબાણ હટાવવા ગયેલી પાલિકાની ટીમ સાથે સ્થાનિક લોકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી. આ દરમિયાન પોલીસના ધાડેધાડા ખડકી દેવામાં આવતા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.
વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાની ઘટના બાદ વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા 4 દિવસથી આ કામગીરી કરવામાં આવી રહી છે, ત્યારે આજે વડોદરા મહાનગરપાલિકાની ટીમ નવાપુરા વિસ્તારમાં આવેલા મહેબુબપુરા ખાતે પહોંચી હતી, જ્યાં દબાણ દૂર કરતી વખતે સ્થાનિકોના ટોળા આવી ગયા હતા, અને પાલિકાની ટીમ સાથે ધક્કામુક્કી તેમજ ટપલીદાવ કર્યો હતો. બનાવની જાણ થતાં જ ઝોન-2ના ડીસીપી અભય સોની, ઝોન-3ના ડીસીપી લીના પાટીલ, જોઇન્ટ સિપી મનોજ નિનામા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં લોકોના ટોળા વિખેરી દબાણો દૂર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દબાણ દૂર કરવા પહોચેલી મનપાની ટીમ સાથે સ્થાનિકો દ્વારા રકઝક કરી મારામારી થઈ હોવાની વાતો પણ સામે આવી હતી.