વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
વડોદરા : સરદાર પટેલ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આજે તા. 31 ઓક્ટોબરના રોજ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસ પ્રમુખ સહિતના આગેવાનોએ સરદાર વલ્લભભાઈ પટેલ અને ઇન્દિરા ગાંધીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ સાથે જ પ્રથમ ઉપ વડાપ્રધાનની જન્મ જયંતિ અને પ્રથમ મહિલા વડાપ્રધાનની પુણ્યતિથિ નિમિત્તે સૌ કોંગી આગેવાનો અને કાર્યકરોએ સ્મરણો યાદ કર્યા હતા.