Connect Gujarat
વડોદરા 

વડોદરા : અમુલ ડેરીની દૂધની થેલી પર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છપાતા શિવસેનાનો વિરોધ, વાંચો શું કહ્યું..!

હર ઘર તિરંગા અભિયાન વચ્ચે અમુલ ડેરી દ્વારા દૂધની થેલી ઉપર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છાપતા વિવાદ સર્જાયો છે.

વડોદરા : અમુલ ડેરીની દૂધની થેલી પર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છપાતા શિવસેનાનો વિરોધ, વાંચો શું કહ્યું..!
X

હર ઘર તિરંગા અભિયાન વચ્ચે અમુલ ડેરી દ્વારા દૂધની થેલી ઉપર અશોક ચક્ર સાથે તિરંગાની આકૃતિ છાપતા વિવાદ સર્જાયો છે. વડોદરા શિવસેનાએ આ બાબતે દેશભક્તોની ભાવનાને ઠેસ ન પહોંચે તેની કાળજી હેતુ કલેકટરને આવેદન પત્ર થકી રજૂઆત કરી હતી.

દેશની આઝાદીના 75 વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આ વર્ષે આગામી 15મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસને ખાસ યાદગાર બનાવવા માટે ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તા. 13થી 15 ઓગસ્ટ સુધી તમામ જાહેર તેમજ ખાનગી સ્થળોએ જેમાં ઔધોગિક વિસ્તારમાં સાથે જ પેટ્રોલિયમ એકમોમાં, જાહેર ઇમારતો, તમામ શાળાઓ, ખાનગી સ્થળોએ તિરંગા ફરકાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. લોકો વધુમાં વધુ આ અભિયાનને સહકાર આપે તેઓ પ્રયાસ થઈ રહ્યો છે. આ દરમિયાન અમુલ ડેરીની દૂધની થેલીઓ ઉપર અશોક ચક્ર સાથેના તિરંગાની પ્રતિકૃતિ વિવાદનું કેન્દ્ર બન્યું છે. વડોદરા શિવસેનાએ આ અંગે કલેકટરને આવેદન પત્ર થકી રજૂઆત કરી છે કે, દેશભક્તિની આડમાં કેટલાક લોકો પોતાનો રોટલો શેકવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે સાંખી નહીં લેવાય. બરોડા ડેરીએ દૂધની થેલી ઉપર તિરંગાનું ચિત્ર બનાવ્યું છે. જોકે, અમુલ દૂધની થેલીઓ ઉપયોગ બાદ કચરામાં જશે અને દેશભક્તોની ભાવનાને ઠેસ પહોંચશે. જેથી આ પ્રકારના પ્રિન્ટિંગ બંધ કરી ચોક્કસ ગાઈડ લાઈન સાથે જાહેરનામું પ્રસિદ્ધ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Next Story