Connect Gujarat
વડોદરા 

વડોદરા: બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહ આખરે ઝડપાયો,વકીલને મળવા આવ્યો અને પોલીસે દબોચી લીધો.!

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામમા પોલીસને સફળતા મળી છે.

X

વડોદરાના હરણી તળાવ બોટ દુર્ઘટના મામલે મુખ્ય આરોપી પરેશ શાહને ઝડપી પાડવામમા પોલીસને સફળતા મળી છે.

વડોદરાના હરણી તળાવમાં 12 વિદ્યાર્થી અને 2 શિક્ષકનું બોટ પલટી જતા મોત થયું હતું. આ બોટ ચલાવવાનો કોન્ટ્રાક્ટ પરેશ શાહ પાસે હતો અને તેણે પેટા કોન્ટ્રાક્ટ બીજાને આપ્યો હતો.. આ ઘટનામાં પરેશ શાહે મુખ્ય આરોપી છે જે ઘટના સમયે પોલીસને ચકમો આપી ભાગી ગયો હતો. જોકે, વડોદરા પોલીસે તેને હાલોલ-વડોદરા રોડ પરથી ઝડપી પાડ્યો છે. વકીલને મળવા બસમાં વડોદરા આવી રહ્યો હતો અને ઝડપી લીધો તેવો પોલીસે દાવો કર્યો છે. બીજી તરફ વડોદરાના એક સંતની મધ્યસ્થીથી પરેશ શાહ હાજર થયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પરેશ શાહ ગઈકાલે ઝડપાયેલા આરોપી ગોપાલ શાહનો સાઢુભાઈ થાય છે. કોટિયા પ્રોજેક્ટસ દ્વારા PPP ધોરણે 100 ટકા ઇજારદારના ખર્ચે પ્રોજેક્ટ થયો હતો. એવું કહેવાય છે કે પરેશ શાહ નામના ઇજારદારે કોન્ટ્રાક્ટ લીધો તે મોટું માથું છે. પરેશ શાહે ફન ટાઈમ અરીના નામની કંપનીના માલિક નિલેશ શાહને એમ્યુઝમેન્ટ પાર્કનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. તો બોટિંગનો કોન્ટ્રાક્ટ નિલેશ શાહે અન્ય કોઈને આપ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.

Next Story