Connect Gujarat
વડોદરા 

વડોદરા : વારસિયામાં ફ્લેટની ગેલેરીનો ભાગ થયો ધરાશાયી, સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા…

વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.

X

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલ ફ્લેટની ગેલેરીનો ભાગ ધરાશાયી થતાં 6 લોકો મકાનમાં ફસાયા હતા, જ્યારે 4 જેટલા વાહનો કાટમાળ નીચે દબાય જતાં ખુરદો બોલી ગયો હતો.

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા શિવધારા ફ્લેટના બીજા માળે 5 મકાનો આગળથી પસાર થતી ગેલેરીનો આખે આખો ભાગ તૂટી પડતા સ્થાનિકો પોતાના મકાનમાં ફસાયા હતા. ઘટનાના પગલે આસપાસના લોકો તેમજ સ્થાનિકોના જીવ તાળવે ચોંટયા હતા. ગેલેરીનો ભાગ તૂટી પડતાં કાટમાળ નીચે દબાયેલા 4 વાહનોનો ખુરદો બોલી ગયો હતો. બનાવના પગલે સ્થળ પર દોડી ગયેલા ફાયર લાશ્કરોએ મકાનમાં ફસાયેલા 6 લોકોનું રેસક્યું ઓપરેશન હાથ ધરી સહી-સલામત રીતે બહાર કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરમાં રહેણાંક બિન રહેણાંક અસંખ્ય જોખમી ઇમારતો સામે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેથી કહી શકાય કે, વડોદરા શહેરમાં હજુ પણ કોર્પોરેશનની નિર્ભયતા શાખા ઘોર નિંદ્રામાં છે. જાણે કોઇ મોટી દુર્ઘટના અથવા જાનહાની થવાની રાહ જોવાઇ રહી હોય તેમ લાગી રહ્યું છે.

વડોદરા શહેરમાં અનેક રહેણાંક જર્જરિત ઇમારતોને માત્ર નોટિસ પાઠવી કોર્પોરેશન માત્ર સંતોષ માની રહ્યું છે. ખરેખર જોખમી ગણાતી ઇમારતમાંથી લોકોને તાત્કાલિક સ્થળાંતર કરવા સાથે જરૂરી કાર્યવાહી તાત્કાલિક ધોરણે કરવી જોઈએ. વારસિયા વિસ્તારમાં 25 વર્ષ જૂની ઇમારતની ગેલેરી તૂટી પડવાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ઘટના વહેલી સવારે સર્જાતા કોઈ જાનહાની થવા પામી ન હતી. ઘટનાની જાણ થતાં ફાયર લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. ફાયર લશ્કરોએ એક્સેન્ટેન્સન લેડર દ્વારા 6 લોકોનું રેસક્યું કરી બચાવ કર્યો હતો. જોકે, આવા અનેક રહેણાંક અને બિન રહેણાંક ઇમારતો વડોદરાવાસીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે.

Next Story