Connect Gujarat
વડોદરા 

વડોદરા: પારૂલ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ યોજાયો, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી

વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી.

X

વડોદરાની પારૂલ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પૂર્વ ક્રિકેટર કપિલ દેવ અને અભિનેત્રી દિયા મિર્ઝાએ આપી હાજરી આપી હતી. વડોદરા સ્થિત પારુલ યુનિવર્સિટીનો પાંચમો પદવીદાન સમારોહ યોજાયો હતો જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને ભારતને 1983માં ક્રિકેટ વર્લ્ડ કપ વિજેતાનું ગૌરવ અપાવનાર હરિયાણા હરિકેન તરીકે જાણીતા કપિલ દેવ તથા ભૂતપૂર્વ મિસ એશિયા પેસિફિક ઇન્ટરનેશનલ વિજેતા, યુરોપના ગુડવિલ એમ્બેસડર તથા બોલીવુડની ખ્યાતનામ અભિનેત્રી દિયા મિર્ઝાએ હાજરી આપી હતી. પારુલ યુનિવર્સિટીના પ્રમુખ ડૉ.દેવાંશુ પટેલ, યુનિવર્સિટીના કુલપતિ ડૉ.એમ. એન.પટેલ, પ્રો વાઇસ ચાન્સેલર ડૉ.એચ.એસ. વિજયાકુમાર તથા યુનિવર્સિટીની ગવર્નિંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યોએ પણ પદવીદાન સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ અભ્યાસ પૂર્ણ કરી ચૂકેલ કુલ 5454 ઉમેદવારોને પદવી એનાયત કરવામાં આવી હતી.વિદ્યાશાખાઓમાં સર્વોચ્ચ પરિણામ પ્રાપ્ત કરનારા ઉમેદવારોને 61 ગોલ્ડ મેડલ્સ અને 33 સર્ટિફિકેટ ઓફ મેરીટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

Next Story