/connect-gujarat/media/post_banners/12e1bdcfec1d623dc6a00666c44fdf7c9147adebdcfadba425198decfa91b128.jpg)
વડોદરામાં સ્માર્ટસિટીના દાવા વચ્ચે ગાજરાવાડી વિસ્તારમાં લોકો પ્રદુષિત પાણી પીવા મજબૂર બન્યા છે જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહયો છે.
વડોદરા શહેરના ગાજરાવાડી સુરેશ પંપની સામે આવેલ વિશ્વકર્મા નગરમાં ગંદકી સાથે દૂષિત પાણી પીતા લોકો અનેક રજૂઆતો છતાં પરિણામ ન મળતાં દૂષિત પાણી પીવા મજબુર બન્યા છે. અસંખ્ય મચ્છરોના ઉપદ્રવના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા છે અહીં રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે દર ચોમાસે આ પ્રકારની પરિસ્થિતિનો સામનો અમારા કરવો પડતો હોય છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનો નિકાલ આવ્યો નથી. ગંદા પાણીને કારણે ઘરે-ઘરે લોકો બીમાર થયા છે.